ડીમાર્ટમાંથી ઘર માટેનો આખા મહિનાનો સામાન ખરીદો એટલે તમારા ઘણાં રુપિયા બચી જાય છે. આ પાછળ ડીમાર્ટ દ્વારા આપવામાં આવતું જબરજસ્ત ડિસ્કાઉન્ટ છે. જોકે ડિમાર્ટ આટલા સસ્તામાં સામાન કઈ રીતે વેચી શકે છે. તે પાછળનું કારણ ઘણું રસપ્રદ છે.
Dmart સસ્તા માલસામાન માટે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. DMart નવા વિકાસ પામતા શહેરોથી લઈને દેશના મેટ્રો શહેરો દરેક જગ્યાએ હાજર છે. DMart ની પ્રતિષ્ઠા એટલી વધી ગઈ છે કે હવે તેને સસ્તા સામાન માટે માઈલસ્ટોન ગણવામાં આવે છે. દેશના અનેક મધ્યમવર્ગીય પરિવારો આજે તેમનું માસીક રાશન ડીમાર્ટમાંથી ખરીદે છે. ત્યાં સુધી કે રેગ્યુલર પહેરવાના કપડાં અને કીચનનો સામાન પણ લોકો ડીમાર્ટમાંથી ખરીદે છે. આજે ઓનલાઈનના જમાનામાં ડીમાર્ટે અનેક મોટા ઈ કોમર્સ પ્લેટફોર્મને પણ ટક્કર આપી રહ્યું છે. તેનું એક જ કારણ છે કે અહીં સામાન ખૂબ જ સસ્તામાં મળે છે.
સ્થિતિ એવી છે કે જો એવા વિસ્તારમાં DMart બનાવવામાં જ્યાં હજુ ખાસ વસ્તી ન હોય અને સોસાયટીઓ હજુ બની ન હોય તેવામાં ડીમાર્ટ બનતાં જ ત્યાં જમીનના દરો વધવા લાગે છે કારણ કે લોકો માની લે છે કે DMart કંઈક વિચારીને અહીં રોકાણ કરે છે અને ભવિષ્યમાં આ વિસ્તારનો વિકાસ થશે. જોકે ડીમાર્ટમાં આટલા સસ્તામાં મળતા સામાન પાછળ જેમનું મગજ છે તે વ્યક્તિ તો ધોરણ 12 પાસ કર્યું છે. પરંતુ આજે ભલભલા બિઝનેસ મેનેજમેન્ટવાળાઓ તેમની સફળતાનો અભ્યાસ કરે છે.
DMart ઉપરના ભરોસા અને પ્રગતિ પાછળ રાધાકિશન દામાણીનું મગજ છે. આ એ જ વ્યક્તિ છે જેને દિવંગત દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા પોતાના ગુરુ માનતા હતા. રાધાકિશન દામાણી દેશના સૌથી અમીર લોકોના લિસ્ટમાં સામેલ છે. તેમની સંપત્તિ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે રાધાકિશન દામાણી ફક્ત 12મું પાસ કર્યું છે પરંતુ પોતાની આવડત અને તીવ્ર ધંધાકીય મગજના કારણે આજે તેમની સંપત્તિ અબજોમાં છે.
શેરબજારમાં અગ્રેસર રહેલા દામાણીએ જ્યારે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે શરૂઆતમાં તેમને અનેકવાર નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. 1999માં તેણે પ્રથમ નેરુલની ફ્રેન્ચાઇઝી લીધી જે નિષ્ફળ ગઈ. આ પછી તેમણે બોરવેલ બનાવવાનું શરૂ કર્યું પરંતુ આ કામ પણ ચાલી શક્યું નહીં.
આ પછી 2002 માં તેમણે મુંબઈમાં ડીમાર્ટનો પહેલો સ્ટોર ખોલ્યો. ત્યારપછી તેમણે નક્કી કર્યું કે તે કોઈપણ ભાડાની જગ્યામાં ડીમાર્ટ સ્ટોર સ્થાપશે નહીં. આજે ડીમાર્ટના દેશમાં 300 થી વધુ સ્ટોર્સ છે. તેનો અર્થ એ કે રાધાકિશન દામાણી પાસે માત્ર DMart સ્ટોર જ નથી, તેમની પાસે ભારતમાં 300 ખૂબ મોટી સાઇઝની જમીન પણ છે. આ સ્ટોર્સ 11 રાજ્યોમાં ફેલાયેલા છે.
કેવી રીતે મળે છે આટલું સસ્તું? – આનું એક કારણ અમે તમને ઉપર જણાવ્યું તે છે. રાધાકિશન દામાણી દ્વારા ભાડાની જગ્યા પર સ્ટોર ન ખોલવાથી તેમને બિઝનેસ માટે રનિંગ ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે. તેમની પોતાની જમીનો છે અને તેમને નિયમિત સમયાંતરે ભાડું ચૂકવવું પડતું નથી. તે આ બાકીની કિંમતનો ઉપયોગ માલ સસ્તો રાખવા માટે કરે છે.
આ રીતે DMart પોતાના ખર્ચ પર 5-7 ટકા બચત કરે છે અને તેને ડિસ્કાઉન્ટના રૂપમાં લોકોને આપે છે. બીજું કારણ એ છે કે DMart ઝડપથી તેનો સ્ટોક પૂર્ણ કરે છે. તેમનો ઉદ્દેશ્ય 30 દિવસમાં માલ પૂરો કરીને નવો માલ મંગાવવાનો છે. આ ઉપરાંત, DMart કંપનીઓને ખૂબ જ ઝડપથી ચુકવણી કરે છે. આ કારણે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ ડીમાર્ટને ડિસ્કાઉન્ટમાં સામાન પૂરો પાડે છે. આ ડિસ્કાઉન્ટનો ઉપયોગ લોકોને ડિસ્કાઉન્ટ આપવા અથવા પોતાની આવક વધારવા માટે પણ કરવામાં આવે છે.