ફેમસ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ તેની બેદાબ સ્ટાઇલ અને વિચિત્ર પોશાક માટે ફેમસ છે. જ્યારે પણ ઉર્ફી એવા અસામાન્ય આઉટફિટ સાથે એન્ટ્રી લે છે કે લોકો પણ જોતા જ રહી જાય છે. હવે તાજેતરમાં ઉર્ફી જાવેદે તેની કેટલીક નવી તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. આ વીડિયોમાં ઉર્ફી તેના શરીર પર પ્લાસ્ટર ઓફ પેરિસ લગાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે-ત્રણ મહિલાઓ મળીને ઉર્ફીના શરીર પર પ્લાસ્ટર ઑફ પેરિસ લગાવી રહી છે જ્યારે ઉર્ફી તેમને સૂચના આપી રહી છે.
આ તસ્વીરોમાં ઉર્ફી જાવેદ ફોટામાં તેના આખા શરીર પર પ્લાસ્ટર ઓફ પેરિસ લગાવતી જોવા મળી રહી છે. તસવીરો જોઈને લાગે છે કે અભિનેત્રી નવા આઉટફિટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ તસવીરો શેર કરતાં ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું, “શ્વેતા મહાડિક સાથે કંઈક ક્રેઝી આવી રહ્યું છે. તેની રાહ જુઓ.
” ઉર્ફીના આ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉર્ફીની આ તસવીરો પર કોમેન્ટ કરતાં એક યુઝરે પૂછ્યું, “આ શું છે? પ્લાસ્ટર ઓફ પેરિસ?” તો ત્યાં બીજા યુઝરે લખ્યું, “આ બધું બંધ કરો, હું હાથ જોડીને વિનંતી કરું છું.”
જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 4.2 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. એક્ટ્રેસનો દરેક ફોટો અને વીડિયો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે. ઉર્ફી જાવેદે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. આ પછી તે ઘણા ટીવી શોમાં જોવા મળી. ઉર્ફી જાવેદ ‘મેરી દુર્ગા’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ જેવા શોનો ભાગ રહી ચૂકી છે.
કરણ જોહરનો શો બિગ બોસ ઓટીટી સીઝન 1 અભિનેત્રી માટે માઈલસ્ટોન સાબિત થયો. આ શોમાં ઉર્ફી જાવેદની પ્રતિભાને યોગ્ય ઓળખ મળી. શોમાં ઉર્ફીના અસામાન્ય ડ્રેસના વિચારોની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જો કે એક્ટ્રેસને એક અઠવાડિયામાં જ હાંકી કાઢવામાં આવી હતી, પરંતુ શો છોડ્યા બાદ તે સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગઈ હતી.