ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પૂજા બેનર્જી પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. પૂજા બેનર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી દરરોજ કંઈક ને કંઈક શેર કરતી રહે છે. અભિનેત્રી અવારનવાર તેના કિલર લુક ફોટા અને વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવે છે. હાલમાં જ ‘દેવોં કે દેવ મહાદેવ’ની લોકપ્રિય અભિનેત્રી પૂજા બેનર્જી ઉર્ફે પાર્વતીએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી હોટ લુકમાં જોવા મળી રહી છે. ટીવીની પાર્વતી ઉર્ફે પૂજા બેનર્જીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે.
ટીવીની પાર્વતીનો હોટ લુક
પૂજાનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં તે સંસ્કારી નહી પરંતુ હોટ લુકમાં જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી કેવી રીતે અલગ-અલગ પોઝ આપી રહી છે. પૂજા બેનર્જી નાના પડદાનો જાણીતો ચહેરો છે. ફેન્સ અભિનેત્રીને ખૂબ પસંદ કરે છે. અભિનેત્રીની સોશિયલ મીડિયા પર પણ મોટી ફેન ફોલોઈંગ છે. ટીવી એક્ટ્રેસના આ વીડિયો પર તેના ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
અહીં વિડિયો જુઓ-
પૂજા બેનર્જીનો નવો લુક
પૂજા બેનર્જીએ આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. પૂજાનો આ વીડિયો તેના લેટેસ્ટ ફોટોશૂટનો છે, જેમાં તે સિંગલ સ્ટ્રીપ બ્લાઉઝ અને ચોલીમાં જોવા મળી રહી છે. પૂજા હાલમાં સ્ક્રીનથી દૂર છે, પરંતુ તેણે ટીવી સહિત બંગાળી અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.
પૂજા બેનર્જી વિશે
પૂજાએ વર્ષ 2020માં ટીવી એક્ટર અને તેના બોયફ્રેન્ડ કુણાલ વર્મા સાથે લગ્ન કર્યા હતા. કુણાલ અને પૂજાને એક પુત્ર પણ છે. પૂજાએ વર્ષ 2011માં તેલુગુ ફિલ્મ ‘વીદુ થેડા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે નિખિલ સિદ્ધાર્થની સાથે જોવા મળી હતી.