પૌઆ અને ઉપમાનો નાસ્તો ખાઇ-ખાઇને કંટાળી ગયા છો તો થેપલા તમારા માટે એક બેસ્ટ રેસિપી છે. દૂધીના થેપલા ખાવાની બહુ મજા આવે છે. દૂધીના થેપલા તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ એક હેલ્ધી રેસિપી છે. આમ, દૂધીના થેપલા અનેક લોકોથી ઘરે મોળા બનતા હોય છે. પરંતુ તમે ટેસ્ટી બનાવવા ઇચ્છો છો તો આ રીત તમારા માટે બેસ્ટ છે. તમે આ ખાસ મસાલો તમે દૂધીના થેપલા પર નાખો છો તો ટેસ્ટી બનશે અને દહીં સાથે ખાવાની બહુ મજા આવશે. તો જાણો દૂધીના થેપલા પર નાખવાનો મસાલો ઘરે કેવી રીતે બનાવશો.
દૂધીના થેપલા માટે મસાલો બનાવો
અડધી ચમચી લવિંગનો પાવડર, અડધી ચમચી તજનો પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી મીઠું, બે ચમચી ખાંડ લો. આ દરેક વસ્તુને એક બાઉલમાં લઇ લો. ત્યારબાદ મિક્સ કરો. આ મસાલો તમારે થેપલા પર નાખીને ખાવાનો રહેશે. આ મસાલાથી થેપલા સુપર ટેસ્ટી લાગે છે.
દૂધીના થેપલા બનાવવાની રીત
દૂધીના થેપલા બનાવવા માટે સૌ પ્રથમ દહીં, છીણેલી દૂધી, લાલ મરચુ, બે ચમચી તેલ, ઘઉંનો લોટ, તલ, ઝીણી સમારેલી કોથમીર, મીઠું અને ખાંડની જરૂર પડશે. દૂધીના થેપલા બનાવવા માટે સૌ પ્રથમ એક થાળ લો અને એમાં ઘઉંનો લોટ લો. ઘઉંના લોટમાં બાજરીનો લોટ મિક્સ કરો. તમે એકલા ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો.
આ લોટમાં મોણ માટે તેલ નાખીને મિક્સ કરી લો. પછી આ લોટમાં મીઠું, છીણેલી દૂધી, લાલ મરચુ, ખાંડ, ધાણાજીરું નાખીને એડ કરો. હવે આ લોટમાં દહીં નાખતા જાવો અને લોટ બાંધો. આ લોટ તમારે દહીંથી બાંધવાનો રહેશે. લોટ બંધાઇ જાય એટલે 15 થી 20 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.
પછી તવી ગરમ કરવા માટે મુકો. તવી ગરમ થઇ જાય છે એટલે લોટમાંથી ગુલ્લા બનાવો અને પછી વણી લો. ત્યારબાદ તવીમાં મુકીને ચારેબાજુ તેલ નાખો.
બ્રાઉન રંગના થાય એટલે તવી પરથી લઇ લો. આ થેપલાને એક પ્લેટમાં લઇ લો. આ ગરમ થેપલા પર સ્પેશિયલ મસાલો છાંટો અને પછી ખાઓ. આ સ્પેશિયલ મસાલાથી દૂધીના થેપલા એકદમ ટેસ્ટી લાગશે.