દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ દાવો કરે છે કે તેઓ ભવિષ્ય જોઈ શકે છે. જો કે, આમાંના મોટાભાગના લોકો જ દુનિયાને મૂર્ખ બનાવે છે. પરંતુ અમુક ભવિષ્યવેત્તા ત્યારે પ્રખ્યાત થઈ જાય છે જ્યારે તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે.
આવી ભવિષ્યવાણી કરનારાઓમાં બાબા વેંગાનું નામ સામેલ છે. બલ્ગેરિયાના બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ઘણી ભવિષ્યવાણીઓ આજ સુધી સાચી સાબિત થઈ છે. જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો પણ સામેલ છે. હવે બાબા વેંગાએ 2023માં કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે.
બાબા વેંગાનું 1996માં અવસાન થયું હતું. પરંતુ તેમના મૃત્યુ પહેલા બાબાએ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી. અત્યાર સુધી તેણે કહેલી ઘણી બધી વાતો સાચી સાબિત થઈ છે. વર્ષ 2023 વિશે પણ બાબા વેંગાએ કંઈક એવું કહ્યું હતું જેને લોકો જુઠ્ઠું માની રહ્યા હતા. પણ આખરે આ વાત સાચી સાબિત થઈ. હવે 2024 માટે તેમના દ્વારા કરાયેલી આગાહીઓની યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ બાબતો 2024 માટે કહેવામાં આવી છે
જો બાબા વેંગાની ભવિષ્યવાણીની વાત કરીએ તો તેમણે 2024ને લઈને પણ ઘણી વાતો કહી છે. આમાં રશિયાના રાષ્ટ્રપતિનું મૃત્યુ પણ સામેલ છે. તેણે ભવિષ્યવાણી કરી હતી કે 2024માં રશિયાના રાષ્ટ્રપતિની હત્યા કરવામાં આવશે. આ સાથે દુનિયામાં સાયબર એટેક થશે.
આવતા વર્ષે પણ વિશ્વ ખૂબ જ ચિંતાજનક આર્થિક સંકટ જોશે. આ સાથે હવામાનમાં ખતરનાક ફેરફાર પણ જોવા મળશે. હવે જોવાનું એ રહે છે કે આવતા વર્ષે આ આગાહીઓ સાચી સાબિત થશે કે કેમ?