વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન પાછળથી આવતી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 51 લોકો ઘાયલ થયા છે.
આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં રવિવારે બે પેસેન્જર ટ્રેનો અથડાયા હતા. વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર સ્પેશિયલ ટ્રેને વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના પગલે અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અથડામણ કાંટાકપલ્લે અને અલામંદા રેલવે સ્ટેશન વચ્ચે થઈ હતી. આ દુર્ઘટના રવિવારે લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર વિશાખાપટ્ટનમ-પલાસા સ્પેશિયલ પેસેન્જર ટ્રેન સિગ્નલની રાહ જોઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી.
આ ટ્રેન દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 51 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઈસ્ટ કોસ્ટ રેલ્વે ઓથોરિટીના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર વિશ્વજીત સાહુએ જણાવ્યું છે કે અકસ્માત બાદ 18 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે જ્યારે 11 અન્ય ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. અને 22 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા અધિકારીઓને તાત્કાલિક રાહત પગલાં લાગુ કરવા નિર્દેશ આપ્યો.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીડિતોને વળતરની જાહેરાત કરી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારાના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે.