આ વીડિયો પર ન્યૂઝીલેન્ડના ખેલાડી રચિન રવિન્દ્રએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું છે કે- આ અફઘાન ખેલાડીઓ શુદ્ધ સોનાના છે. તે દિલથી ખૂબ જ પ્રિય ક્રિકેટર છે. તેઓ ભારતને કેટલો પ્રેમ કરે છે તેમાં કોઈ શંકા નથી. આ ખેલાડીઓ ભારતમાં દિલ જીતી રહ્યા છે.
અફઘાન ખેલાડી રહેમાનુલ્લા ગુરબાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગુરબાઝ અમદાવાદમાં રસ્તા પર રહેતા લોકોને પૈસા આપીને મદદ કરી રહ્યો છે. લોકો તેમના આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
Rahmanullah Gurbaz silently gave money to the needy people on the streets of Ahmedabad so they could celebrate Diwali.
– A beautiful gesture by Gurbaz. pic.twitter.com/6HY1TqjHg4
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2023
આ વીડિયો પર ન્યૂઝીલેન્ડના ખેલાડી રચિન રવિન્દ્રએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું છે કે- આ અફઘાન ખેલાડીઓ શુદ્ધ સોનાના છે. તે દિલથી ખૂબ જ પ્રિય ક્રિકેટર છે. તેઓ ભારતને કેટલો પ્રેમ કરે છે તેમાં કોઈ શંકા નથી. આ ખેલાડીઓ ભારતમાં દિલ જીતી રહ્યા છે.
મુફદ્દલ_વોહરાએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને 5.9 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને 97 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. આ વીડિયો પર 2 હજારથી વધુ કમેન્ટ જોવા મળી રહી છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે- દિવાળીના દિવસે અફઘાન ખેલાડીઓએ દિલ જીતી લીધું. અફઘાનિસ્તાનના ખેલાડીઓ ભારત અને ભારતીયોને ખૂબ પ્રેમ કરે છે.